આજ નું જીવન
આજકાલ લોકો ના માત્ર એક જ કકળાટ હોય છે.કે બોસ આપણી પાસે ટાઈમ ક્યાં છે.જાણે ક્યાંક જંગ માં જઈ રહ્યા હોય.મોઢા તો એવા ચઢાવેલા હોય કે જાણે કોઈએ એડીયું પીવરાવી દીધું હોય.
પાછા એમ કહે કે ૪૦ સુધી પૈસો બનવાનો પછી મોજ કરવાની ભાઈ!૪૦ સુધી જીવતા રહેવાની કોઈ ગેરેંટી ખરું?બીજા સાથે દેખા દેખી માં જીવન ની વલે થઈ જાય છે.પડોશી એ ફ્રીજ લીધું તો આપણે પણ નવું ફ્રીજ લાવો.!!!!
મારા મતે જેટલી બીજા સાથે સરખામણી કરશો તેટલા તમે દુખી થશો અને બીજા ને પણ કરશો.
- Posted in: Uncategorized