શું આપ જ્ઞાતિવાદથી ખુશ છો…???
તા-૮/૯/૨૦૧૨. સત્યમેવ જયતે નો એપિસોડ જ્ઞાતિવાદ પર આધારીત હતો.
ભારત ની આ સમસ્યા (અને મારી ભાષા માં બીમારી) આમ તો બહુ જુની છે.અને જ્ઞાતિવાદ નું ઝેર આપણને બાળપણ માં જ પાવામાં આવે છે.તેથી આ સમસ્યાનું નિવારણ હાલ ના તબક્કે મને દેખાતું નથી…?
મારે અહી જ્ઞાતિવાદ જશે કે નહિ તે મુદ્દે ચર્ચા નથી કરવી પણ જ્ઞાતિ આધારીત કોઈ બીજા ની ગંદકી ઉઠાવાની ફરજ પાડવામાં આવે છે તે તદ્દન અમાનીવીય કૃત્ય છે,જે સત્વરે બંધ થવું જોઈએ.
જયારે કોઈ આંતકવાદી/ગુંડા ના એન્કાઉન્ટર થાય છે ત્યારે બિલાડા ના ટોપ ની જેમ ફૂટી નીકળતા (કેહવાતા અને વિદેશો ની દલાલી કરતા) માનવાધિકાર સંસ્થાઓ આંતકવાદી/ગુંડા ને ન્યાય અપાવવા મરણીયા થાય જાય છે.જાણે આંતકવાદી/ગુંડાઓ તેમના સગા-વહાલાં ના હોય…!!!!
ઘણા-ખરા એક્ટરો(મહેશ ભટ્ટ એમ કોણ બોલ્યું?) પણ જાણે હોદ માં નહાવા પડતા હોય તેમ કુદી પડે છે,અને માનવાધિકારઓ બની જય છે.એમને બીજા કામ નહિ હોય…!!!
ક્યારેય પણ એવું આપે સાંભળ્યું છે કે કોઈ માનવાધિકારવાળાએ સફાયકામદાર જ્ઞાતિવાદ આધારિત ન હોવો જોઈએ તે અંગે સરકાર કે કોર્ટ માં ફરિયાદ કરી હોય.(મેં તો ક્યારેય નથી સાંભળ્યું..!) તેમને તો બસ આંતકવાદી/ગુંડાઓ ને બચાવવા એજ માનવાધિકાર લાગે છે,તેમના નજર માં આવી અમાનવીય પ્રવૃત્તિ નહિ આવતી હોય (ક્યાંથી આવે આવા આંદોલન કે ચળવળ માટે થોડા વિદેશ થી ફંડ આવે..??)
આમ તો જ્ઞાતિવાદ/ભેદભાવ એ દુષણ છે,તે ૧૦૦% સાચી વાત પણ આપણે તેનો હિસ્સો છીએ અને કોઈને કોઈ રૂપે પ્રોત્સાહન આપીએ છીએ તે ૧૦૦૦% કડવી વાત છે…..!!!!!!!!!
જ્ઞાતિવાદ પર પ્રકાશ ફેકતું સ્વામી સચ્ચ્દાનંદ( Swami Sachidanand) નું મેં એક પુસ્તક વાંચું હતું “અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા”(Adhogatinun Mool Varnavyavastha) જે ખુબ જ ચોટદાર અને ધારદાર છે,તે બધા ને વાંચવું જોઈએ.
- Posted in: Uncategorized
- Tagged: Adhogatinun Mool Varnavyavastha, સત્યમેવ jay