“ધરતી નો છેડો ઘર”

Image

“ઘર” શબ્દ સાથે આત્મા નો સંબંધ હોય છે (મકાન નહિ હો!!) માણસ જીવનભર ભાગદોડ ભરી જીંદગી માં એક સપનું હોય છે પોતાનું ઘરનું “ઘર” હોય.એ સપનું પૂરું કરતા-કરતા માણસ પોતે ક્યારે પુરો થઈ જય છે તે પોતાને પણ ખબર રહેતી નથી.

જયારે પણ આપણે કામ પરથી ઘરે પાછા આવીએ ત્યારે આપના મન ને એક પ્રકારની અજબ ની શાંતિ નો એહસાસ થાય છે.ઘર સાથે આપના ભાવનાત્મક સંબંધ જોડાયેલા હીય છે.

બાળપણ ની યાદો હોય કે ખાટી-મીઠી યાદો હોય બધા માટે ઘર હંમેશા ખાસ હોય છે. જોકે આજની કારમી મોંઘવારી માં ઘર બનાવવું ખુબ જ અઘરું થયું છે.ઘણાને જીવનભર ભાડા ના ઘર માં જીંદગી વિતાવવી પડે છે.

આપણે બીજા ને ત્યાં મેહમાન બનીને જઈએ ત્યારે બીજા ને ઘરે ગમે તેવી સારી સુવિધા કેમ ના હોય? એક-બે દિવસ માં તો કંટાળો આવી જય,બીજા ને ઘરે રાત્રે ઊંઘ પણ ના આવે(મારે તો આવું બહુ થયેલું છે)

એટલે જ તો કહ્યું છે કે “ધરતી નો છેડો ઘર”

Leave a comment